નવી દિલ્હી: 26 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં બેંકિંગ સેવા પ્રભાવિત થઈ શકે છે. જેનું કારણ છે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સની હડતાળ, જેનાથી દેશભરમાં લાખો બેન્કકર્મી પણ જોડાશે. આવામાં તમારે આજે જ તમારા બધા જરૂરી બેંકિંગ કાર્યો પૂરા કરી લેવા પડશે. જેથી કરીને કોઈ પણ પ્રકારની પરેશાનીની સામનો ન કરવો પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત માટે આ કોરોના રસી છે મહત્વની!, જાણો તેની ખાસિયતો અને કિંમત 


આ કારણે થશે હડતાળ
સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સે કેન્દ્ર સરકારની શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં હડતાળનું આહ્વાન કર્યું છે. સરકારે હાલમાં જ ત્રણ નવા શ્રમ કાયદા પાસ કર્યા અને 27 જૂના કાયદા રદ કરી નાખ્યા. જેના વિરોધમાં આ હડતાળ થઈ રહી છે. ભારતીય મજદૂર સંઘને બાદ કરતા 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 26 નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. 


Congress ના દિગ્ગજ નેતા Ahmed Patel નું નિધન, એક મહિના પહેલા થયો હતો કોરોના


આ બેન્કો પર નહીં પડે અસર
અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ(AIBEA) એસબીઆઈ અને ઈન્ડિયન ઓવરસીસ બેન્કને બાદ કરતા મોટાભાગની તમામ જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બેન્કોમાં કાર્યરત કર્મચારીઓનું પ્રતિનિધત્વ કરે છે. એકલા મહારાષ્ટ્રમાં જાહેર ક્ષેત્રની બેન્કો, જૂની પેઢીની ખાનગી ક્ષેત્રની બેન્કો, ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો અને વિદેશી બેન્કોની 10,000 બ્રાન્ચના લગભગ 30,000 કર્મચારી હડતાળમાં જોડાશે. 


Corona Update: દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 92 લાખને પાર, જાણો લેટેસ્ટ અપડેટ


બેન્ક કર્મચારીઓ આ માગણીના સમર્થનમાં કરશે હડતાળ
AIBEA એ કહ્યું કે 26 નવેમ્બરના રોજ બેન્ક કર્માચીરઓ પણ પોતાની માગણીને રજુ કરશે. શ્રમ કાયદા ઉપરાંત આ માગણીઓ ઉપર પણ અમારું ફોકસ રહેશે. બેન્ક કર્મચારીઓ તરફથી બેન્ક ખાનગીકરણનો વિરોધ, આઉટસોર્સિંગ તથા કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ, પૂરતી નિયુક્તિઓ, મોટા કોર્પોરેટ ડિફોલ્ટર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી, બેન્ક ડિપોઝીના વ્યાજદરમાં વધારો અને સર્વિસ ચાર્જમાં કાપ જેવી માગણીઓ રહેશે. આ ઉપરાંત બેન્કોના ખાનગીકરણ કરવાની સરકારની મુહિમનો પણ વિરોધ કરશે. કારણ કે આ પગલાંથી દેશની ઈકોનોમી પર સીધી અસર પડી રહી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube